Vidhva Sahay Yojana Gujarat Update : મિત્રો, તમે જાણો કે, વિધવા સહાય યોજનામાં વિધવા એટલે કે ગાંગા સ્વારૂપા મહિલાઓને આર્થિક સહાય યોજના રૂપે દર મહિને 1250/- આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી અરજી કરે ત્યારથી આજીવન તેને સહાયની રકમ તેના બેંક એકાઉન્ટમાં મળતી રહે છે. સરકાર દ્વારા જે અપવામાં આવતી સહાય આજીવન ચાલુ રાખવામાં લાભાર્થીએ કેટલીક સુચનાઓનું પાલન કરવાનું હોય છે. નહિંતર આ સહાય બંધ કરવામાં આવે છે. આજના આર્ટીકલમાં Vidhva Sahay Yojana Gujarat Update વિધવા સહાય આજીવન ચાલુ રાખવા કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડશે.? તેની વિગતે માહિતિ મેળવીશું.
Bullet point of Vidhva Sahay Yojana Gujarat Update
યોજનાનું નામ | વિધવા સહાય યોજના |
મળવાપાત્ર સહાય | દર મહિને 1250/- |
સહાય કોને મળશે? | જે વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોય તેને |
સહાય કોણ મંજૂર કરે છે? | તાલુકા મામલતદારશ્રી |
સહાય ક્યારથી મળવાપાત્ર થશે? | લાભાર્થી જે મહિનામાં અરજી કરે છે તે મહિનાથી |
અરજી ક્યાં કરવાની | ગ્રામ વિસ્તારના લોકો માટે ગ્રામ પંચયતના ઓપરેટર VCE પાસેથી અને શહેરી વિસ્તારના લોકો માટે તાલુકા મામતદારશ્રીની કચેરીએ |
વિધવા સહાય યોજના વિશે જાણો.
વિધવા સહાય યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલામાં મુકવામાં આવી છે. આ યોજનામાં જે મહિલાના પતિનું અવસાય થયુ હોય તે મહિલાને આજીવન રૂ. 1250/- સહાય આપવમાં આવે છે. લાભાર્થીને મળનાર સહાય તેના જ ખાતામાં જાય અને લાભાર્થીને આજીવન સહાય મળી રહે તે માટે કેટલીક સુચનાઓનું પાલન કરવાનું હોય છે.
લાભાર્થીએ આધારની વિગતો મામલતદારશ્રીની કચેરીએ આપવી પડશે.
જે લાભાર્થીઓની આધારની વિગતો મામલતદારશ્રીની કચેરીએ આપેલ નથી. તેની સહાય કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવે છે. આધારની વિગતો વગર લાભાર્થીની ઓાળખ કરવી શક્ય ન હોવાથી સહાયની રકમ ચુકવાવમાં આવતી નથી. જેથી સહાય ચાલુ હોય તો મામલતદારશ્રીની કચેરીએ આધારની વિગતો અપડેટ કરાવવી જરૂરી છે.
Vidhva Sahay Yojana Gujarat Update માં પુન:લગ્નનું પ્રમાણપત્ર
વિધવા સહાય આજીવન ચાલુ રાખવા માટે લાભાર્થીએ દર વર્ષે મામલતદારશ્રીની કચેરીએ તલાટી દ્વારા અપાયેલ ‘‘પુન:લગ્ન કરેલ નથી’’ તે બાબતનું પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. આ નિયમમાં તાજેતરમાં સરકાર દ્વારા Vidhva Sahay Yojana Gujarat Update કરવામાં આવી છે. જેમાં લાભાર્થીની ઉંમર 50 વર્ષથી વધુ હોય તેવા લાભાર્થીઓને પુન:લગ્નનું પ્રમાણપત્ર જમા કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે 18 થી 50 વર્ષના લાભાર્થીઓએ દર વર્ષે જુલાઈ મહિનામાં ‘‘પુન:લગ્ન કરેલ નથી’’ તે બાબતનું પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.
દર વર્ષે હયાતીની ખરાઈ
દર મહિને સહાય મેળવતા લાભાર્થીએ વર્ષેમાં એકવાર સરકાર દ્વારા જે રીતે નક્કિ કરે તે રીતે હયાતીની ખરાઈ કરવાની રહેશે. ઘણા લાભાર્થીઓના વર્ષ દરમ્યાન અવસાન થઈ ગયેલા હોય છે અને તેઓની સહાય બેંકખાતામાં ચાલુ રહે છે. પરીણામે અવસાન બાદની સહાય સરકારશ્રીમાં પરત જમા કરાવાની થાય છે. આવુ ના બને એટલે લાભાર્થીએ દર વર્ષે હયાતીની ખરાઈ કરાવવાની હોય છે.
લાભાર્થીના આવસાનની જાણ કરવી.
જે સહાય મેળવતા લાભાર્થીનું અવસાન થાય તો તે જ મહિનામાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ લેખીતમાં જાણ કરવાની હોય છે અને મળનાર સહાયનો લાભ બંધ કરાવવાનો હોય છે. જેથી રીકવરીના કોઈ પ્રશ્ન ઉભો ના થાય.
લાભાર્થીને અકસ્માત મૃત્યુના કિસ્સામાં મળનાર સહાય.
સહાય લેતા લાભાર્થીનું જો અકસ્માતના કિસ્સામાં આવસાન થાય છે તો લાભાર્થીનેરૂા. 2,00,000/- ની સહાય તેના વારસદારને ચુકવામાં આવે છે. જે માટે વારસદારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી કરવાની હોય છે. અરજી કર્યા બાદ વિમા નિયામકશ્રી કચેરી દ્વારા જરૂરી ખરાઈ કરીને વારસદારને સહાયની ચુકવણી કરવામાં આવે છે.
બેંક ખાતાની વિગતો આપડેટ રાખવી.
લાભાર્થીના જે બેંક ખાતામાં સહાય જમા થાય છે તે બેંક દ્વારા લાભાર્થીની હયાતીની ખરાઈ કરાવીને ખાતું સતત ચાલુ રહે તે સહાય મેળવનાર લાભાર્થીએ ધ્યાને રાખવું પડશે. બંધ ખાતાના કિસ્સામાં સહાય નાંખવામાં આવે તો પણ તે બેંક ખાતામાં જમા નથી. જેથી લાભાર્થીનું બેંક ખાતું એક્ટીવ હોવું જરુરી છે.લાભાર્થીનું અધાર જે બેંક ખાતા જોડે લીંક થયેલ હશે. સહાય તે જ ખાતામાં જમા થશે.
સારાંશ
મિત્રો, વિધવા સહાય એટલે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય સરકારની એક મહત્વની યોજના છે. Vidhva Sahay Yojana Gujarat માં લાભાર્થીને આજીવન સહાય આપવામાં આવે છે. સાથે-સાથે અમુક બાબતો ધ્યાને રાખીને મળનાર સહાય બંધ થતી અટકાવી શકાય છે. જેમાં દર વર્ષે હયાતીની ખરાઈ તથા પુન:લગ્ન પ્રમાણપત્ર મુખ્ય બાબત છે. જે માટે દર વર્ષે જુલાઈ મહિનામાં મામલતદારશ્રીની કચેરીની મુલાકાત લેવાની રહેશે.