Aadhar Card Online Address Change : મિત્રો, આધારકાર્ડ એ ભારતના નાગરીકો માટેનો અગત્યનો દસ્તવેજ છે. જે કોઈપણ સરકારી યોજનાઓના લાભ માટે ઓળખપત્ર કે સરનામાના પુરાવા રૂપે આપી શકાય છે. આધાર નંબર એ વ્યક્તિનો યુનિક ઓળખ નંબર છે. હાલ સરકાર દ્વારા આધારકાર્ડમાં સુધારો કરવા માટેની ઓનલાઈન પ્રોસેસ ચાલુ કરી છે.જેના દ્વારા નાગરિક પોતાના અધારકાર્ડમાં સરનામું, ફોટો, તથા નામમાં કોઈ સુધારો કરવાનો હોય તો ઓનલાઈન કોઈપણ પ્રકારની ફી ભર્યા વગર થઈ જાય છે. આજના આ આર્ટીકલમાં આપણે આધારની વિગતો કેવી રીતે સુધારવી તેની વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Aadhar Card Online Address Change
આર્ટિકલનો વિષય | આધારકાર્ડ અપડેટ કરવા માટે |
કોણ લાભ લઈ શકે? | જે લોકોના આધારકાર્ડની વિગતોમાં ભૂલ હોય તે તમામ |
કઇ રીતે સુધારો કરી શકાશે? | ઓનલાઈન UIDAI ની ઓફિસિલય વેબસાઈટ દ્વારા |
ઓનલાઈન અપડેટ કરવાની છેલ્લી તારીખ | તા.14-09-2024 |
ઓફિસિલય વેબસાઈટ | uidai.gov.in |
Aadhar Card Online Address Change
મિત્રો, સરકાર દ્વારા જે આધાકાર્ડ ધારકોને ઓનલાઈન અધાકાર્ડમાં સુધારો કરવાની થોડા સમય માટે એટલે કે તા.14-09-2024 સુધી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. જેમાં વ્યક્તિ પોતાના આધાકાર્ડમાં નામ, સરનામુ, તથા ફોટા જેવી વિગતો ઓનલાઈન જાતે જ અપડેટ કરી શકશે. ઓનલાઈન સુધારા બાદ આપને જરૂરી વેરીફીકેશન બાદ સુધારા સાથેનું આધારકાર્ડ તમારા સરનામે મોકલી આપવામાં આવશે. તે જાણીએ ઓનલાઈન અધારકાર્ડમાં સુધારો કેવી રીતે કરવો.
આધારકાર્ડમાં સરનામું,નામ, ફોટો સુધારા માટે
- Aadhar Card Online Address Change માટે તમારે સરકારની ઓફિસિલય વેબસાઈટ gov.in ની મુલાકાત લેવી પડશે.
- તેમાં લોગીન કરીને અધાર અપડેશન મેનું પર જવાનું રહેશે.
- ત્યાર બાદ આપને અધારકાર્ડમાં ફોટો, સરનામું કે નામમાં સુધારો કરવાનો હોય તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- ત્યાર બાદ તેને લગત સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે.
તમે ઓનલાઈન અરજી ક્યા બાદ થોડા સમયમાં ડોક્યુમેન્ટને અધારે Aadhar Card Online Address Change થયાની વિગતો આપડેટ કરવામાં આવશે.અને નવું સુધારેલું આધારકાર્ડ આપના સરનામે મોકલી આપવામાં આવશે.
અધારકાર્ડ સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
મિત્રો, આપને અધારકાર્ડમાં નામ કે સરનામું સુધારવાની જરૂર હોય તો, તેને અનુરૂપ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. તેમાં ક્યા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તે તેનું લીસ્ટ વેબસાઈટ પરથી જ ઓનલાઈન સુધારા વખતે જ મળી જશે. એટલે તમારે જેની વિગત સુધારા કરવાના હોય તે ઓનલાઈન સુધારીને તેને સંબંધિત ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાનું રહેશે.
સારાંશ
મિત્રો, નાગરિકોને આધારકાર્ડમાં સુધારો કરવા માટે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ના જવું પડે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન આધારકાર્ડમાં સુધારો કરવા માટેની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધાનો લાભ તમે તા.14-09-2024 સુધી મેળવી શકો છો.જેને માટે તમારે કોઈપણ જાતની ઓનલાઈન ફી ચુકવવાની નથી. આ તારીખ પછી આધાર અપડેટ કરાવશો તો નિયત થયેલી ફી ચુકવવી પડશે.માટે જો આપને આધાર અપડેટ કરવાનું બાકી હોય તો જલ્દી કરજો. તક ચૂકી ના જતા.