Pashupalan Yojana Gujarat 2024 : મિત્રો, સરકાર દ્વારા ખેડૂતોને સહાય માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂતને સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે અને સરળતાથી સહાય મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ પણ બનાવવામાં આવ્યુ છે. તાજેતરમાં પશુઓને ગર્ભધારણ માટે IVF એટલે કે ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન માટે ₹ 5,000/- ની સહાય આપવાનું નક્કી કર્યુ છે. આ યોજના પ્રાયોગીક ધોરણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લામાં અમલમાં મુકવામાં આવનાર છે.તો મિત્રો આજના Pashupalan Yojana Gujarat 2024 આર્ટિકલમાં પશુને ગર્ભધારણ માટે સહાય કેવી રીતે મળશે તેની વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Pashupalan Yojana Gujarat 2024
યોજનાનું નામ | પશુપાલન સહાય યોજના |
યોજનાનો લાભ | પશુના ગર્ભધારણ માટે ₹ 5,000/- ની સહાય |
લાભ કોને મળશે? | રાજ્યના ખેડૂતોને |
અરજી ક્યાં કરવી? | ઓનલાઈન Ikhedut Portal પર |
ઓફિસિલય વેબસાઈટ | www.ikhedut.gov.in |
પશુપાલન ગર્ભધારણ સહાય યોજના
સારી ઓલાદના પશુઓ પેદા થાય અને દૂધ ઉત્પાદન વધે તે માટે પશુઓમાં કુત્રીમ રીતે બીજદાન કરવામાં આવે છે. જેને આધુનિક ભાષામાં IVF એટલે કે ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન કહે છે. કુત્રીમ બીજદાનમાં સારી ઓલાદના પશુઓનું બીજ માદા પશુના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે. જેનાથી સારી ઉચ્ચ ઓલાદના પશુઓની પેદાશ થાય છે. સરકાર બીજદાન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિ પશુના ગર્ભધારણ માટે ₹ 5,000/- ની સહાય આપવામાં આવશે.
અરજી ક્યાં કરવી?
મિત્રો Pashupalan Yojana Gujarat 2024 નો લાભ લેવા માટે ખેડૂતે આઈ.ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ આપની અરજી મંજૂર કરવામાં આવશે અને તેની જાણ ગ્રામ સેવક મારફતે કે મોબાઈલમાં એસ.એમ.એસ દ્વારા કરાશે. અરજી મંજૂર થયેથી નિયત થયેલ પશુ રોગ નિષ્ણાંત પાસેથી કૃત્રિમ બીજદાન કરાવવાનું રહેશે. કુત્રીમ બીજદાન પછી તમામ સાધનિક ડોક્યુમેન્ટ સાથે તાલુકા પંચાયતની પશુપાલન શાખામાં અરજી કરવાની રહેશે. અરજીની ચકાસણી થયેથી તમારા બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે.
પશુપાલન કુત્રીમ બીજદાન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ખેડૂતનું અધારકાર્ડ
- જમીન ધરાવતા હોવાના પુરાવા તરીકે 7/12 ના ઉતારા
- મોબાઈલ નંબર
- રેશનકાર્ડની નકલ
- બેંક ખાતાની પાસબુકની નકલ.
સારાંશ
ખેડૂત મિત્રો, સરકાર દ્વારા પશુઓમાં કુત્રિમ બીજદાન માટે ₹ 5,000/- ની સહાય કરવામાં આવશે. પ્રાયોગીક ધોરણે આ યોજનાનો અમલ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને મહેસાણા જિલ્લામાં કરવામાં આવનાર છે. તેના માટે આઈ ખેડૂત પોર્ટલ પર ટુંક સમયમાં ફોર્મ ભરવાના શરૂ થશે. સરકારની આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને લેવા માટે વિનંતી છે.