મિત્રો, તમે જાણો છો કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી આજ કાલ ગુજરાતના પ્રાવાસે આવેલા છે. જેમાં ગુજરાતને દેશની પ્રથમ વંદે મેટ્રો ફાસ્ટ ટ્રેનને તા. 17/09/2024 ના રોજ લીલી ઝંડી આપવાના છે. . આ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનથી કચ્છ જિલ્લાના ભૂજ રેલ્વે સ્ટેશન સુધી જશે. Vande Metro Ahmedabad Bhuj એક અત્યંત આધુનિક સુવિધા ધરાવતી ગાડી છે. જેનો મુસાફરી એક યાદગાર પ્રવાસ બની રહેશે. મિત્રો આજના આર્ટિકલમાં વંદે મેટ્રો ટ્રેનના ટાઈમટેબલ, સુવિધાઓ અને ભાડાના દર વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Vande Metro Ahmedabad Bhuj
આર્ટિકલનો વિષય | અમદાવાદ ભૂજ વંદે મેટ્રો રેલની જાણકારી |
ક્યારે શરૂ થશે | તા. 17/09/2024 થી |
કયાં સુધી | અમદાવાદ થી ભૂજ અને ભૂજથી અમદાવાદ |
ભાડૂ | ₹ 455 |
ટ્રેનનો પ્રકાર | એસી. ટ્રેન |
વંદે મેટ્રો અમદાવાદ ભૂજ રેલ વિશે જાણો
મિત્રો, ભારત સરકારના રેલ મંત્રાલય દ્વાર વંદે ભારત ટ્રેનો ચલાવવામાં આવે છે. હાલ દેશની પ્રથમ એવી આધુનિક અને એર કંડીશનર વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભૂજ વચ્ચે તા. 17/09/2024 થી ચાલુ થશે. જેમાં અમદાવાદ થી ભૂજ પહોંચતા 5.40 કલાક જેટલો સમય લાગશે. વંદે મેટ્રો ટ્રેન આધુનિક સુવિધાઓ સાથે આરામદાયક મુસાફરી યાત્રીઓને એક અદ્દભૂત અનુભવ કરાવશે.
વંદે મેટ્રો રેલની ખાસીયત
મિત્રો, વંદે મેટ્રો રેલ સૌ પ્રથમ ગુજરાતને મળી છે. તે અતિ આધુનિક અને વાતાનુકૂલિત છે.તેની ખાસીયતો નીચે મુજબની છે.
- વંદે મેટ્રો ટ્રેનમાં કુલ 12 આધુનિક AC કોચ છે. કુલીત વાતાવરણ સાથે કોઈપણ ઘોંધાટ વગર આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.
- ઓટોમેટીક સ્લાઈડીંગ દરવાજા
- મોડ્યુઅલ ઈન્ટીરિયર
- એલ.ઈ.ડી લાઈટ ડેકોરેશન
- ઈવેક્યુએશનની સુવિધા સાથેના ટોઈલેટ
- આગળના સ્ટેશનની માહિતી સાથેનું આધુનિક ઈન્ડીકેટર
- સી.સી.ટી.વી કેમેરા સાથે સજ્જ
- મોબાઈલ ફોન ચાર્જિંગની સુવિધા
- સ્મોક તથા ફાયર ડીટક્શન જેવા ફાયર સેફ્ટીના સાધનો
- 110 કિ.મી પ્રતિ કલાકની ઝડપ.
અન્ય મુસાફરીના સાધનો કરતા ફાયદાકારક
મિત્રો અમદાવાદ થી ભૂજ નું અંતર કુલ અંદાજિત 358 કિ.મીની આસપાસ થાય છે. Vande Metro Ahmedabad Bhuj ટ્રેન દ્વારા આરામદાયક મુસાફરી સાથે ભાડામાં પણ સસ્તું પડશે. અમદાવાદથી ભૂજનું એસી વોલ્વોનું ભાડૂ આશરે 650 થી 740 સુધી હોય છે. અને ખાનગી ટ્રાવેલ્સનુ ભાડું 600 આસપાસ થતું હોય છે.જ્યારે વંદે મેટ્રો ટ્રેનનું ભાડું ₹ 455 આસપાસ રહેશે. જેમાં મુસાફરોને ફાયદો થશે.
Vande Metro Ahmedabad Bhuj Time Table
- વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ થી ભૂજ અને ભૂજથી અમદાવાદ વચ્ચે દોડશે.
- જેમાં અમદાવાદથી સાબરમતી, ચાંદલોડીયા, વિરમગામ, ધાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર અને છેલ્લે ભૂજ સ્ટેશને ઉભી રહેશે.
- Vande Metro Ahmedabad Bhuj Train ટ્રેન નં. 94801 શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે 30 કલાકે ઉપડશે અને રાત્રે 11.10 કલાક આસ-પાસ ભૂજ પહોંચશે.
- તે જ રીતે Vande Metro Ahmedabad Bhuj Train ટ્રેન નં. 94802 રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી સવારે 05 કલાકે ઉપડશે અને તે દિવસે સવારે 10.50 કલાક આસ-પાસ અમદાવાદ પહોંચશે.
સારાંશ
મિત્રો, ભારત સરકાર દ્વારા દેશની સૌ પ્રથમ આધુનિક વંદે મેટ્રો ટ્રેન ગુજરાતને ફાળે આપી છે.તેમાં આધુનિક સગવડો સાથે મુસાફરી કરવાનો લાભ મળશે. અન્ય સુવિધાઓની સરખામણીમાં વંદે મેટ્રો અમદાવાદ ભૂજ રેલમાં ભાડૂ ઓછુ છે. જેનાથી નાગરિકોને આર્થિક ફાયદો થશે.