Pmjay Card Benefits Gujarat : મિત્રો, આપ જાણો છો કે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ નાગરીકોને ₹ 10 લાખની આરોગ્ય સારવાર મફતમાં આવે છે.ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં આ યોજના હેઠળ ₹ 5 લાખની આરોગ્ય સારવાર આપવામાં આવે છે. તાજેતરમાં આ યોજનામાં સુધારો કરતા સિનિયર સિટીજનને પણ અરોગ્ય વિષયક સેવાઓનો લાભ વિના મુલ્યે આપવામાં આવનાર છે. મિત્રો આજના આર્ટિકલ Pmjay Card Benefits Gujarat માં કઈ ઉંમર સુધીના લોકોને સહાય મળશે અને તેના નિયમો વિશે વિગતે માહિતી મેળવીશું.
Bullet Point of Pmjay Card Benefits Gujarat
યોજનાનું નામ | આયુષ્યમાન ભારત યોજના |
મળનાર લાભ | ₹ 10 લાખની મફત આરોગ્ય સારવાર |
લાભ કોને મળશે? | દેશના તમામ નાગરીકોને |
હાલની વય મર્યાદા | 70 વર્ષ સુધીના નાગરીકોને |
થયેલ સુધારો | 70 વર્ષથી વધુના નાગરીકોને માટે |
હેલ્પલાઈન નંબર | 14555 |
Pmjay Card Benefits Gujarat
મિત્રો, આયુષ્યમાન ભારત યોજના એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનામાં ક્રાંતિકારી યોજના છે. જેમાં ગુજરાતના નાગરીકોને ₹ 10 લાખની મફત આરોગ્ય સારવાર મળે છે. ગરીબ તથા મધ્યમવર્ગના પરીવારો માટે આ યોજના એક આશીર્વાદ સમાન સબિત થયેલી છે. આ યોજનાના વિસ્તાર માટે સરકારે અનેક સુધારા કર્યા છે. જેની વિગતે માહિતી મેળવીશું.
આયુષ્યમાન યોજનાના લાભોમાં થયો સુધારો
પહેલા આ યોજનાનો લાભ 70 વર્ષ સુધીના નાગરીકોને મળતો હતો, પરંતુ લોકોને આરોગ્ય વિષયક સારવારની ખરી જરૂરિયાત 70 વર્ષે પછી પડે છે. જેથી લોકહિતને ધ્યાને રાખીને જે લાભાર્થીઓની ઉંમર 70 વર્ષથી વધુ હશે તે લોકોને પણ મફત આરોગ્ય સારવાર મળશે. જેનાથી ભારતમાં વસતા 4.5 કરોડ પરીવારના 70થી વધુ ઉંમરના સિનિયર સિટિજનોનો સીધો લાભ થશે. તેમાં સિનિયર સિટીજનની કોઈપણ આવક ધ્યાને લેવાશે નહિ.
પીએમ જય યોજનામાં મળતા લાભો
પ્રધાનમંત્રી જન અરોગ્ય યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. જે લાભાર્થી પાસે આયુષ્યમાન કાર્ડ નથી, તે નજીકની નગરપાલીકા કે મહાનગર પાલીકામાં જઈને આધાકાર્ડ, આવકનો દાખલો, તથા રેશનકાર્ડની નકલ લઈને આયુષ્યમાન કાર્ડ કઢાવી શકે છે. આયુષ્યમાન કાર્ડ ધારકને મોટી સર્જરી કે ભારે ઓપરેશનના ખર્ચને પહોચી વળવા ઘણી જ રાહત મળે છે.સારવારનો ખર્ચ મફતમાં થાય છે.
Pmjay gov in portal
લાભાર્થીઓને આરોગ્ય વિષયક સેવાઓનો લાભ મળી રહે તે માટે સરકાર દ્વારા pmjay.gov.in નામનું પોર્ટલ બનાવાવમાં આવ્યુ છે. જેમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
- જેમાં તમારા વિસ્તારની નજીકની હોસ્પિટલનું લિસ્ટ જાણી શકો છો.
- તમે આભા આઈડી નામનું સ્માર્ટકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
- તમારા ક્લેમની વિગતો જાણી શકો છો.
સારાંશ
મિત્રો, આયુષ્યમાન ભારત યોજનાનો લાભ નાગરીકો સુધી સળતાથી પહોંચે તે માટે મોટી હોસ્પિટલમાં આયુષ્યમાન મિત્ર નિયુક્ત કરેલા હોય છે. જે આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મેળવનાર નાગરીકોને તમામ સહાય કરે છે. વધુમાં જે 70 વર્ષથી વધુના સિનિયર સિટિજનોને પણ આ યોજનાનો લાભ આપવાના નિર્ણય ઘણો આવકારદાયક છે.