ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 I Mobile Phone Sahay Yojana Gujarat

MOBILE PHONE SAHAY YOJANA GUJARAT

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આજના ડિજિટલ યુગમાં ખેતીને અધિક સારી અને આધુનિક બનાવવા માટે સરકાર દ્વારા ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 શરૂ કરવામાં આવી છે. Mobile Phone Sahay Yojana Gujarat  યોજના હેઠળ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. જો તમે ગુજરાતના ખેડૂત છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો, તો આ લેખમાં તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો. ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025: સ્માર્ટફોન ખરીદવા માટે ₹6,000 સહાય, જાણો કેવી રીતે મેળવવી

Bullet Point of Mobile Phone Sahay Yojana Gujarat

આર્ટિકલનું નામ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025
કોને યોજનાનો લાભ મળશે? જમીન ધરાવતા રાજ્યના કોઈપણ ખેડૂતમિત્ર.
સહાયનું ધોરણ મોબાઈલ ફોનની ખરીદ કિંમતના 40%  અથવા ₹6,000/- ની સહાય આપવામાં આવશે
ઓનલાઈન અરજી ક્યાં કરવી. Ikhedut Portal ની વેબસાઈટ પરથી
અરજીની છેલ્લી તારીખ તા.20/07/2025
ઓફિસિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

ખેડૂત મોબાઈલ સહાય યોજનાની મુખ્ય વિગતો

  • લાભાર્થી: ગુજરાત રાજ્યના જમીન ધરાવતા ખેડૂતો.
  • સહાય રકમ: સ્માર્ટફોનની કિંમતના 40% અથવા ₹6,000 (જે ઓછું હોય).
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન (gujarat.gov.in પરથી).
  • અરજીની છેલ્લી તારીખ: 20/07/2025.

Mobile Phone Sahay Yojana Gujarat યોજનાનો ઉદ્દેશ

  • આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને ડિજિટલ સાધનોથી જોડવાનો છે,
  • જેથી તેઓ હવામાનની આગાહી, ખેતીની નવીનતમ તકનીકો અને રોગ નિયંત્રણના ઉપાયો સરળતાથી મેળવી શકે.
  • ઓનલાઈન યોજનાઓનો લાભ અને સરકારી સેવાઓનો ઉપયોગ કરી શકે.
  • ડિજિટલ ખેતી સાધનો દ્વારા પોતાની આવક વધારી શકે.

કેટલી સહાય મળશે?

  • જો સ્માર્ટફોનની કિંમત ₹10,000 હોય, તો 40% એટલે ₹4,000 મળશે.
  • જો કિંમત ₹15,000 કે તેથી વધુ હોય, તો ₹6,000 (મહત્તમ સહાય) મળશે.
  • સહાય ફક્ત ફોનની ખરીદી માટે જ મળશે, અન્ય એસેસરીઝ (જેમ કે પાવર બેંક, હેડફોન) માટે નહીં.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 માટે પાત્રતા અને જરૂરી દસ્તાવેજો

  • ગુજરાતમાં ખેડૂતની જમીન હોવી જોઈએ.
  • 8-અ (જમીન દસ્તાવેજ)
  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની વિગતો
  • સ્માર્ટફોનનો IMEI નંબર
  • રેશન કાર્ડ

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2025 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

સ્ટેપ 1: સૌ પ્રથમ ikhedut.gujarat.gov.in પર જવાનું રહેશે.

સ્ટેપ 2: “Mobile Sahay Yojana 2025” ઓપ્શન પસંદ કરો.

સ્ટેપ 3: જરૂરી વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 4: ત્યાર બાદ અરજી સબમિટ કરો અને રેફરન્સ નંબર સેવ કરવાનો રહેશે.

નોંધ: અરજી મંજૂર થયા પછી, તમારે 15 દિવસની અંદર સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.

ઓનલાઈન અરજી પછીની પ્રક્રિયા

  • અરજીની ચકાસણી થઈને મંજૂરી મળશે.
  • સહાયની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

નિષ્કર્ષ

Mobile Phone Sahay Yojana Gujarat  નો લાભ લેવા માટે તા. 20/07/2025.પહેલાં ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. જો તમે ખેડૂત છો અને સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો વિલંબ ન કરતાં તમામ દસ્તાવેજો તૈયાર કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

વારંવાર પુછાતા પ્રશ્નો.

(1) જો ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની કિંમતના  સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરે તો કેટલી સહાય મળે?

અરજદાર ખેડૂત દ્વારા ₹15,000/- ઉપરની કિંમતના  સ્માર્ટ મોબાઈલ ફોનની ખરીદી કરે તો ₹6,000/- સહાય મળે.

(2) Mobile Phone Sahay Yojana Gujarat માટે ઓનલાઈન અરજી ક્યા  અને ક્યારે કરવાની?

સ્માર્ટ ફોનની ખરીદી માટે આઈ ખેડૂત પરથી તા.21/06/2025 થી ઓનલાઈન અરજી પ્રોસેસ શરૂ થઈ છે.. જે માટે ઓફિસિલય વેબસાઈટ ikhedut.gujarat.gov.in પરથી અરજી કરવાની રહેશે. .

 

Leave a Comment