ITI Job Vacancy In Gujarat | આઈટીઆઈ વાળા મિત્રો માટે જોબ

ITI Job Vacancy In Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ITI Job Vacancy In Gujarat : મિત્રો, સરકારી નોકરી કોને મેળવવાની ઈચ્છા ના હોય? હાલમાં ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ટેકનીકલ પોસ્ટને લગતી વિવિધ જાહેરાતો મુકવામાં આવી છે. જેમાં ઉમેદવારોને ₹20000/- થી લઈને ₹35000/- સુધીનો પગાર આપવામાં આવશે. ઉમેદવારોને સરકારી વિભાગ હસ્તકની કચેરી ફરજ બજાવવાની થશે. તો મિત્રો આજના આર્ટિકલ ITI Job Vacancy In Gujarat  માં પોસ્ટની વિગતો, મળનાર પગાર તથા ભરતી પ્રક્રિયા વિશે વિગતે માહિતી મેળવીશું.

Bullet Point of ITI Job Vacancy In Gujarat

આર્ટિકલનો વિષય આઈટીઆઈ વાળા મિત્રો માટે જોબ
કુલ ખાલી જગ્યાઓ 48
કચેરીનું નામ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર
સંબંધિત જિલ્લો ગાંધીધામ, કચ્છ
મળનાર પગાર ₹20000/- થી લઈને ₹35000/-
ભરતી પ્રક્રિયા ટપાલ દ્વારા અરજીઓ  પછી ઈન્ટરવ્યુ.
અરજી તારીખ તા01/09/2024 થી 30/09/2024 સુધી

ITI Job Vacancy In Gujarat

હાલ જોબ મેળવવા માટેના ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. સરકાર હસ્તકના વિભાગમાં આઈટીઆઈ પાસ અને નિયત અનુભવ ધરાવતા ઉમેદવારોને કરાર આધારિત નોકરી આપવામાં આવશે. જેમાં મિકેનીક, ડિવિઝન ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, ઓટોમોબાઈલ એન્જિનિયર, ઓટોમોબાઈલ ઈલેકટ્રીશીયન, ફાયરમેન, તથા ડ્રાયવર કમ ઓપરેટરનો સમાવેશ થાય છે.

આઈટીઆઈ જોબની જગ્યા તથા પગારની વિગત

ક્રમ જગ્યાનું નામ ભરવામાં આવનાર કુલ જગ્યા દર મહિને મળનાર પગાર (₹)
1 ડિવિઝનલ ફાયર ઓફિસર 1 35000/-
2 સ્ટેશન ઓફિસર 1 28500/-
3 લીડીંગ ફાયરમેન 4 23000/-
4 ફાયરમેન 29 20000/-
5 ડ્રાઈવર કમ ઓપરેટર 10 20000/-
6 ઓટોમોબાઈલ એન્જિનિયર 1 23000/-
7 ઓટોમોબાઈલ ઈલેક્ટ્રીશીયન 1 23000/-
8 મિકેનીક 1 23000/-
કુલ 48

સોર્સ- ઓનલાઈન collectorkutch.gujarat.gov.in વેબસાઈટ પરની માહિતી.

અરજી કેવી રીતે કરવી?

મિત્રો, આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી તા01/09/2024 થી 30/09/2024 સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારે સૌ પ્રથમ www.collectorkutch.gujarat.gov.in વેબસાઈટ પરથી સંબંધિત જગ્યાને લગતું ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અને ફોર્મ સાથે માંગેલ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિક કરીને કચેરીના સરનામે મોકલી આપવાના રહેશે.

અરજી મોકલવા માટેની કચેરીનું સરનામુ

ઉમેદવારે સંપુર્ણ ભરેલ ફોર્મ તથા ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ સાથેની અરજી નીચેના સરનામે મોકલી આપવાની રહેશે.

પ્રાંત કચેરી અંજાર,જીમખાનાની બાજુમાં, આદિપુર રોડ, મુકામ અંજાર, જિ. કચ્છ, ફોન. 02836-243345.

ઉમેદવારે તા01/09/2024 થી 30/09/2024 સુધીમાં કચેરીને અરજી મળી જાય તેમ RPAD કે રૂબરૂમાં અરજી મોકલી આપવાની રહેશે

ભરતી પ્રક્રિયા

મિત્રો, ઉપરની જગ્યાઓ માટે ઉમેદવારો માટે  નિયત લાયકાત તથા અમુક જગ્યા માટે અનુભવ માંગવામાં આવે છે. ITI Job Vacancy In Gujarat ની સંપુર્ણ જાણકારી www.collectorkutch.gujarat.gov.in પરથી મળી રહેશે. જેમાં ભરતીની વિગતો, જગ્યાની વિગતો, જગ્યા સામે પગારધોરણ અને જરૂરી અનુભવની વિગતો પણ દર્શાવવામાં આવેલ છે. મળેલ અરજી ફોર્મને આધારે જે ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ ઈનટરવ્યુ પેનલ દ્વારા અપાયેલ ગુણ, લાયકાત, અને અનુભવને આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદ કરાયેલ ઉમેદવારોને મેટીટના ધોરણે જગ્યા પર જોબ ઓફર કરવામાં આવશે.

નિષ્કર્ષ

મિત્રો, આઈટીઆઈ તથા અન્ય ટેનિકલ પોસ્ટ પર સારા એવા પગાર ધોરણ સાથે કરાર આધારિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ગાંધીધામ ખાતે ઉમેદવારોને તક આપવામાં આવશે. જેમાં ₹20000/- થી લઈને ₹35000/- સુધીનો આકર્ષક પગાર પણ મળશે.

Leave a Comment