Ikhedut Portal Yojana 2024 | આઈ ખેડૂત પોર્ટલ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ.

Ikhedut Portal Yojana 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ikhedut Portal Yojana 2024  : મિત્રો, ગુજરાતના ખેડૂતને ખેતીવાડીની યોજનાનો તમામ લાભ મળે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતને એક જ સ્થળેથી બધી જ યોજનાઓનો લાભ મળે છે. હાલમાં થયેલ જાહેરાત મુજબ વિવિધ યોજનાઓ માટે તા.21/09/2024 ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે. જેમાં અરજદારને 50% સુધીની સબસિડી આપવામાં આવશે.ઓનલાઈન ફોર્મ જિલ્લા વાઈઝ ભરવાના શરૂ થશે. મિત્રો આજના Ikhedut Portal Yojana 2024  આર્ટીકલમાં કઈ યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થશે અને ક્યા જિલ્લાના લાભાર્થીઓ ફોર્મ ભરી શકશે? તેની વિગતે માહિતી જાણીશું.

Bullet Point of Ikhedut Portal Yojana 2024

આર્ટિકલનું નામ આઈ ખેડૂત પોર્ટલ યોજના
લાભાર્થીની પાત્રતા જમીન ધરાતા તમામ લોકો
મળનાર સહાય 50% સુધીની સબસિડી
અરજી કેવી રીતે કરવી? આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી
અરજી કરવાનો સમયગાળો જિલ્લા દીઠ સાત દિવસનો સમયગાળો
ઓફિસિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત પોર્ટલ યોજના વિશે જાણો.

મિત્રો સરકારના ખેતી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં ખેડૂત અલગ-અલગત જગ્યાએ અરજી કરવાને બદલે એક જ Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરી શકે તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં ખેડૂત જાતે જ ઘરે બેઠા પણ મોબાઈલ દ્વારા Ikhedut Portal Yojana 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સરકાર ની વિવિધ યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે આવતી કાલ તા.21/09/2024 થી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે. જેની વિગતો નીચે. મુજબની છે.

Ikhedut Portal Yojana 2024

મિત્રો, દરેક જિલ્લાના ખેડૂતને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે જિલ્લા વાઈઝ અરજી માટે સમયપત્રક બનાવવામાં આવ્યુ છે. નીચે દર્શાવેલ ઈમેજ મુજબ જે તારીખે સામે જિલ્લા દર્શાવેલ છે. તે જિલ્લાના લાભાર્થીઓ તે તારીખેથી ફોર્મ ભરવાનું શરૂ કરી શકશે.

Ikhedut Portal Yojana 2024 list
image Creadit govenment ikhedut Potral

આઈ ખેડૂત પોર્ટલ માટે કઈ કઈ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાશે?

મિત્રો, આવતી કાલથી ખેડૂતને ખેતી માટે ઉપયોગી બની રહે તથા સબસિડીવાળા  સાધન સહાય મળી રહે તે માટેની યોજનાઓ માટે ફોર્મ ભરવાના શરૂ થશે. તેની વિગતો નીચે મુજબ છે.

  • ખેતી માટેના વિવિધ ઓજારો માટે સબસિડી
  • ગ્રો સર્વિસ પ્રોવાઈડર
  • પાક મુલ્ય વૃધ્ધિ
  • ફાર્મ મશીનરી બેંક
  • મિલેટ પ્રોસેસિંગ યુનિટ
  • તાડપત્રી
  • પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત, પંપ સેટ્સ
  • સોલાર પાવર યુનિટ/કીટ
  • વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર
  • સનેડો સાધન

Ikhedut Portal Online Application

અરજદારોને .ઉપર મુજબની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. અહિં દર્શાવેલ સ્ટેપ થી આપ જાતે પણ ઓનલાઇન અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ રજીસ્ટ્રેશની પ્રક્રિયા કરીને, યોજનાઓ પર ક્લિક કરવાનું રહે છે.
  • ત્યાર બાદ Ikhedut Portal Yojana 2024 નું લિસ્ટ ખુલશે.
  • તેમાંથી ખેતીવાડીની યોજનાઓ પસંદ કરવાનું રહેશે.
  • ત્યાર બાદ જે યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું તે યોજના પસંદ કરવાની રહેશે.
  • હવે આગળ ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં નામ, આધાર નંબર, સરનામું, આવકની વિગત, જમીનની વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે .
  • ત્યાર બાદ આપના મોબાઈલ પર એક અરજી નંબર મોકલવામાં આવશે. તે નંબરથી ઓનલઈન પ્રિન્ટ કાઢી રાખવાની રહેશે.
  • સરકાર દ્વારા આપની અરજીના સંદર્ભે જરૂરી ચકાસણી કરીને સહાય મંજૂર કરશે. ત્યાર બાદ જ અરજદાર ખેત વિષયક સાધનની ખરીદી કરી શકશે.

આઈ ખેડૂત પોર્ટલ ડોક્યુમેન્ટ

જે અરજદાર ઓનલાઈન અરજી કરે છે તેઓને નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.

  • ખેડૂતનું આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • જમીનની વિગતોમાં 7/12 ના ઉતારા
  • સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્ર
  • જન્મ પ્રમાણપત્ર
  • દિવ્યાંગ અરજદાર હોય તો દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર.
  • ફોટો
  • મોબાઈલ નંબર
  • જે યોજના માટે ઓનલાઈન અરજી તે યોજના સંબંધિત લાગુ પડતા ડોક્યુમેન્ટ

સારાંશ

મિત્રો, Ikhedut Portal Yojana 2024  માં જિલ્લાવાઈઝ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવાની શરૂઆત થાય છે. જેથી ઉપર દર્શાવેલ ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવા સુચન છે. આઈ ખેડૂત પોર્ટલ પર તમામ ખેડૂતને સાધન સહાયમાં સબસિડી તથા ખેતી માટે કોઈ બાંધકામ ઉભૂ કરવું હોય તો તેની પણ સબસિડી આપવામાં આવે છે. ખેતીવાડી યોજનામા ફોર્મ ભરતી વખતે સબસિડી જમા ન થવાના કિસ્સામાં આપ આપના જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. સરકાર દ્વારા આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળે તે માટે આ આર્ટિકલ વધુમાં વધુ મિત્રોને શેર કરવા વિનંતી.

Leave a Comment