Ambaji Mandir Gujarat Live Darshan Today : મિત્રો, અંબાજી દેવસ્થાન હિંદુઓના મનમાં આસ્થાનું પ્રતિક છે. હાલ દેવસ્થાન દ્વારા તા.12/09/2024 થી તા.18/09/2024 એમ સાત દિવસ સુધી મેળાનું આયોજના કરવામાં આવ્યુ છે. જેમાં હાલ લાખો ભક્તો પોતાની આસ્થા મુજબ પગપાળા દર્શન કરવા જાય છે. જે દર્શનાથીઓ કોઈ કારણસર અંબાજી મંદિરના દર્શન નથી કરી શકતા તેઓને અમારી વેબસાઈટ દ્વારા Ambaji Mandir Gujarat Live Darshan Today ની વ્યાવસ્થા કરવામાં આવી છે.
મિત્રો નીચેની લિંકથી તમે હાલ અંબાજી મંદિરના લાઈવ દર્શન કરી શકો છો.
ભાદરવી પૂનમ વિશે જાણો.
મિત્રો, ભક્તોની આસ્થા માતા અંબામાં ઘણી જોવા મળે છે. જે માટે ઘણા ભક્તો દર વર્ષે માતાના દર્શને પગપાળા છેક અંબાજી સુધી સંઘ દ્વારા કે મિત્રોની ટોળકીઓમાં જતા હોય છે. જે ભક્તો પગપાળા જઈ શકતા નથી જે તેઓ પોતાનું સાધન લઈને પણ માતાજીના દર્શને જતા હોય છે. અંબાજી દેવસ્થાન દ્વારા ખાસ ભાદરવી પૂનમને ધ્યાને રાખીને .તા. 12/09/2024 થી તા.18/09/2024 સુધી મહામેળાનું આયોજના કરાવામાં આવ્યુ છે. જેનો લાભ લેવા જેવો છે.
Ambaji Mandir Gujarat Live Darshan Today
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે લાઈવ ભાદરવી પૂૂૂૂૂનમના લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આપ સીધા યુટ્યુબ દ્વારા લાઈન દર્શન કરી શકો છો. તે માટે ઉપરની લિંંક પર ક્લીક કરવાનું રહેશે. .તા. 12/09/2024 થી તા.18/09/2024 સુધી માતાજીના દર્શનનો લાહવો મેળવી શકશો.
પગપાળા જતા ભક્તો માટેની વ્યવસ્થા
મિત્રો, જે ભક્તો પગપાળા માતા અંબાજીના દર્શને જાય છે તેઓને કોઈ વાતની તકલીફ ના પડે તે માટે દાતાઓ દ્વારા આખા રસ્તામાં કેમ્પની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જેમાં દર વર્ષે ગુજરાત, રાજસ્થાન અને મુંબઈમાં વસતા ગુજરાતીઓ પોતાની સેવા આપે છે. કેમ્પમાં ભક્તોને મફત ભોજન, ચા-પાણી, નાસ્તો તથા મફત તબીબી સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે.
અંબાજી જવા માટેની વ્યવસ્થા
મિત્રો, ભાદરવી પૂનમને કારણે દરેક સરકારી બસ સ્ટેન્ડના મુખ્ય મથકેથી ભાદરવી પૂનમના મેળા માટેની એક્ટ્રા બસોનું સંચલન કરવામાં આવે છે. જે નાગરીકો દુર વસતા હોય છે તેઓ માટે સ્લીપર કોચ પણ રાત્રીના સમયગાળામાં ચલાવાવામાં આવે છે. તેનો લાભ ઓનલાઈન બુકીંગ દ્વારા સરળતાથી લઈ શકો છો.
સારાંશ
મિત્રો, હાલ ભારદવી પૂનમનો સમયગાળો ચાલી રહ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા Ambaji Mandir Gujarat Live Darshan Today ની પણ વયવસ્થા કરવામાં આવી છે. આગળ શની-રવી-સોમ એમ ત્રણ દિવસની રજા પણ આવે છે. જેથી બસ દ્વારા દર્શને જતા ભક્તોને વહેલા ટીકીટ બૂકીંગ કરાવી દેવા સુચન છે. ચોમાસામની ઋતુમાં કુદરતી સૌદર્યે સોળે કળાએ ખીલેલું હોય છે. કુદરતી સોંદર્યના શોખીન ભક્તોને એકવાર પગપાળા જવાનો લહાવો લેવા જેવો ખરો.